Posts

Showing posts from February, 2021

હોબાર્ટમાં વિરાટ કોહલીની સદી ખરેખર ‘ચેઝમાસ્ટર’ ના આગમનની નિશાની હતી.

Image
  28 ફેબ્રુઆરી, 2012 ના રોજ હોબર્ટમાં, વિરાટ કોહલીએ વન ડે આંતરરાષ્ટ્રીય ઇનિંગ્સ રમી હતી, જેણે તેને નિર્માણમાં એક મહાન તરીકે સ્થાપિત કરી હતી. Virat kohli 133 runs 86 ball.  ભારત પાસે શ્રેષ્ઠ પ્રવાસ નહોતો થયો. તેઓએ ટેસ્ટ શ્રેણી 0-4થી ગુમાવી હતી, તે ચાર મેચોમાં દરેકને સંપૂર્ણ રીતે હંગામો આપ્યો હતો - પ્રથમ ટેસ્ટને ૧૨૨ રનથી હાર્યો હતા, બીજી ઈનિંગ અને 68 રનથી, ત્રીજી ઇનિંગ અને 37 રનથી, અને ચોથી મેચમાં 298 રન. ટી-20i શેર કરી હતી. પરંતુ કોમનવેલ્થ બેંકની ત્રિકોણીય શ્રેણી શરૂ થતાં જ ભારત સહેલાઇથી પિક-મે-અપ શોધી રહ્યો હતો. ટૂર્નામેન્ટની શરૂઆતમાં થોડીક જીતથી તેઓને તેમની રમત વિશે સારું લાગ્યું હતું, પરંતુ ટૂર્નામેન્ટની મધ્યમાં સતત ત્રણ મેચ હારી ગયા પછી, એવું લાગ્યું હતું કે ફરીથી નિરાશા હાથ લાગશે. તે પછી હોબાર્ટમાં શ્રેણીની 11 મી મેચમાં ભારતને જીતવાની જરૂર હતી. પરંતુ મોટી જીત જરૂરી હતી. ભારતે ટૂર્નામેન્ટમાં જીવંત રહેવા માટે 40 ઓવરની અંદર જે પણ સ્કોર હતો તેનો પીછો કરવાનો હતો અને જીત મેળવવાની હતી. શ્રીલંકા પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 320/4 નો મોટો સ્કોર બનાવ્યો હતો. તિલકરત્ને દિલશને ...

ભારતીય ટીમના ગુજ્જુ ઓલરાઉન્ડર ખેલાડી યુસુફ પઠાણે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી લીધો સન્યાસ.

Image
    ભારતીય ક્રિકેટ ટીમ સાથે ઘણા ખેલાડીઓ જોડાયેલા રહ્યા છે અને તેમણે ભારતનું નામ રોશન કર્યું છે. ભારતીય ક્રિકેટ ટીમના ગુજરાતી બંધુઓ યુસુફ પઠાણ અને ઈરફાન પઠાણની જોડીની પણ ખુબ ચર્ચાઓ થઇ. તેમણે પોતાની રમત દ્વારા દર્શકોને દીવાના બનાવી દીધા હતા. ત્યારે હાલ ખબર આવી રહી છે કે યુસુફ પઠાણે ક્રિકેટમાંથી સન્યાસ લીધો છે. ઇરફાન પઠાણ અને યુસુફ પઠાણ  યુસુફ પઠાણ 2007ના ટી-20 વર્લ્ડ કપ અને 2011માં રમાયેલા 50 ઓવરના વર્લ્ડ કપ જીતવાવાળી ભારતીય ટીમનો પણ ભાગ રહ્યો છે. આજે શુક્રવારના રોજ યુસુફ પઠાણે ટ્વીટ કરી અને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી છે.  યુસુફ પઠાણે ટ્વીટ કરીને જણાવ્યું કે “મને યાદ છે કે જે દિવસે મેં પહેલીવાર ભારતની જર્સી પહેરી હતી. તે જર્સી ફક્ત મેં જ નહોતી પહેરી, તે જર્સી મારા પરિવાર, કોચ, મિત્રો અને આખા દેશે પહેરી હતી. મારુ બાળપણ, જિંદગી ક્રિકેટની આસપાસ જ વીત્યું અને હું આંતરરાષ્ટ્રીય, ઘરેલુ અને આઇપીએલ ક્રિકેટ રમ્યો. પરંતુ આજે કંઈક અલગ છે.” તેઓ આગળ જણાવે છે કે “આજે કોઈ વર્લ્ડકપ કે આઇપીએલ ફાઇનલ નથી, પરંતુ આ એટલો જ મહત્વનો દિવસ છે. આજે એક ક્રિકેટરના રૂપમાં...

પ્રેમ ખુન માંગે :કુકરદા ગામની ઘટના

Image
  કુકરદા ગામમા પ્રેમ પ્રકરણ માં એક વ્યક્તિની હત્યા    દેડિયાપાડા તાલુકાના કુકરદા ગામે પ્રેમ પ્રકરણ બાબતના ઝઘડામાં પ્રેમીને માર મારતા સારવાર દરમિયાન મોત થયું હતું. આ અંગે  દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ થયો છે.    પ્રાપ્ત માહિતી અનુસાર દેડિયાપાડા તાલુકાના કુકરદા ગામના મકવાણા ફળિયામાં રહેતા શનાભાઇ નરસિંહભાઇ તડવી ઉંમર વર્ષ 40+ ના ઘરે ગામના મહેશભાઈ માનસીંગભાઇ તડવીની પત્ની કપિલાબેન જોડે છેલ્લા 2 વર્ષથી પ્રેમ સંબંધ હતો. બંને પ્રેમી પંખીડા  એક વર્ષ પહેલાં ભાગી પણ ગયા હતા. ત્યાંથી બંને પ્રેમી પંખીડા પાછા કુકરદા ગામ આવી ગયા હતા. ત્યારબાદ ગામ પંચાયત ની પંચ દ્રારા 3.25 લાખ રૂપિયાની મહેશભાઈ ને આપી એમની પત્ની શનાભાઇ રાખશે એવું મંજુર થયું. પરંતુ તેમની પત્ની ફરી તેમના ઘરે આવી જવાથી પંચે પૈસા ન આપવા હુકમ  ફરમાવ્યો. ત્યારબાદ મહેશભાઈ અને તેમની પત્ની કપિલાબેન અને એમનો છોકરો કિરીટ ગામ છોડી દેડિયાપાડા રહેવા લાગ્યા. સમય પસાર થઈ રહ્યો હતો. અને તારીખ 18 ફેબ્રુઆરી ના રોજ મહેશભાઈના ભાઈની છોકરીના લગ્ન હોવાથી મહેશભાઈ અને એમનો છોકરો બંને લગ્નમાં આવ્યા હતા. ક...

Gujarati love shayari : તારા વગર રહી નહીં શકું..! 💋

કેટલો પ્રેમ છે ❤ તારાથી એ ભલે 😍 બતાવી નહીં શકું પણ 🤕 એટલું યાદ રાખજે કે હું 👫 તારા વગર રહી નહીં શકું..! 💋🙈 Ketalo prem chhe tarathi ae bhale  Batavi nahi saku pan atlu yaad  Rakhje ke hu tara vagar  Rahi nahi saku..

મતદાનનુ મહત્વ : પ્રમાણિક અને લાલચ

Image
 પ્રમાણિક બનો અને મતદાન અવશ્ય કરો.  ઉમેદવાર-  આ હજાર રૂપિયા પકડો અને મને મત આપજો. મતદાતા- સાહેબ મારે હજાર રૂપિયાને શું કરવા ? હું બેકાર છું, જો મને એક ગધેડો અપાવો તો હું તેના થકી રોજી રોટી કમાઈ શકું અને આખી જીંદગી તમને મત આપુ. ઉમેદવારે તપાસ કરી પણ ગધેડો 20 હજાર રૂપિયાથી ઓછામાં મળતો ન હતો એટલે તેમને ફરીને મતદાતા પાસે આવીને કહ્યું કે ગધેડાને કિંમત તો 20 હજાર છે એટલા બધા હું તમને ના આપી શકું આ હજાર પકડો અને મને મત આપજો. મતદાતા-- સાહેબ જો ગધેડો પણ પોતાની કિંમત વીસ હજાર આંકતો હોય તો હું તો માણસ છું, હું માણસ તરીકે એક હજારમાં કઇ રીતે વેચાઇ શકું? એટલે મારી કિંમત આંકવી રહેવા દો કામ કરો અને લોકોના દિલ જીતી,  પછી માણસો ખરીદવાની જરૂર નહી પડે. બોધ: લોભ લાલચમાં આવ્યા વગર પ્રમાણિક  અને સેવાભાવી ઉમેદવાર ને મત આપો.

શૂન્યની નાવ

Image
 શૂન્યની કિંમત સહુથી છે ભારી.. ભારી.. ભારી..મૂલ્ય જો સમજો શૂન્યનાં , થશો ઘણા આભારી.    ખાલી વસ્તુ ની કિંમત ભરેલી વસ્તુ કરતા વધારે થાય છે.શૂન્યની કિંમત બીજા કોઇ પણ આંક થી વિશેષ થાય છે.     તમે નથી માનતા? તો વાંચો આ વાત .    એક શેઠ નો દરિયાઈ વેપાર હતો. તેમની જીંદગી મોટેભાગે દરિયામાં પસાર થતી. તેઓ વેપારના દિવસોમાં દરિયાઈ પ્રવાસમાં જ રહેતા અને જહાજ જ તેમની જીંદગી હતી.દરિયામાં જીંદગીનો વધુ સમય રહેવું પડતું, છતાં શેઠ ને તરતાં આવડતું નહોતું. વહાણ ના ખારવાઓ તથા ખલાસીઓ તેમને તરતાં શીખવાડવા તૈયાર હતા. તેઓ કહેતા : 'જોતજોતામાં અમે તેમને તરતાં શીખવાડી દઇશું. બાકી પાણીમાં રહેવું, અને તરતાં ન આવડવું, એ મોત ને આમંત્રણ આપવા જેવી વાત છે. દરિયો કયારે વિફરે એ કંઈ  કહેવાય નહિ, તોફાન કયારે વહાણ ને ઊંધુ પાડે એનું કંઇ ઠેકાણું નહિ.ʼ        શેઠ કહે : 'હાલ તો સમય નથી.  પછી જોયું જશે!ʼ    શેઠ ને સમય ન હતો એ સાચી વાત હતી, પણ તરતાં શીખવાની જરૂર પણ એટલી જ તાકીદની હતી.      છેવટે મુનિમજી ને લાગ્યું કે શેઠ કદી તરતાં શીખશે નહિ...