મતદાનનુ મહત્વ : પ્રમાણિક અને લાલચ
પ્રમાણિક બનો અને મતદાન અવશ્ય કરો.
ઉમેદવાર- આ હજાર રૂપિયા પકડો અને મને મત આપજો.
મતદાતા- સાહેબ મારે હજાર રૂપિયાને શું કરવા ? હું બેકાર છું, જો મને એક ગધેડો અપાવો તો હું તેના થકી રોજી રોટી કમાઈ શકું અને આખી જીંદગી તમને મત આપુ.
ઉમેદવારે તપાસ કરી પણ ગધેડો 20 હજાર રૂપિયાથી ઓછામાં મળતો ન હતો એટલે તેમને ફરીને મતદાતા પાસે આવીને કહ્યું કે ગધેડાને કિંમત તો 20 હજાર છે એટલા બધા હું તમને ના આપી શકું આ હજાર પકડો અને મને મત આપજો.
મતદાતા-- સાહેબ જો ગધેડો પણ પોતાની કિંમત વીસ હજાર આંકતો હોય તો હું તો માણસ છું, હું માણસ તરીકે એક હજારમાં કઇ રીતે વેચાઇ શકું? એટલે મારી કિંમત આંકવી રહેવા દો કામ કરો અને લોકોના દિલ જીતી, પછી માણસો ખરીદવાની જરૂર નહી પડે.
બોધ: લોભ લાલચમાં આવ્યા વગર પ્રમાણિક અને સેવાભાવી ઉમેદવાર ને મત આપો.

Comments
Post a Comment