પ્રેમ ખુન માંગે :કુકરદા ગામની ઘટના

 





કુકરદા ગામમા પ્રેમ પ્રકરણ માં એક વ્યક્તિની હત્યા


   દેડિયાપાડા તાલુકાના કુકરદા ગામે પ્રેમ પ્રકરણ બાબતના ઝઘડામાં પ્રેમીને માર મારતા સારવાર દરમિયાન મોત થયું હતું. આ અંગે  દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ થયો છે.

   પ્રાપ્ત માહિતી અનુસાર દેડિયાપાડા તાલુકાના કુકરદા ગામના મકવાણા ફળિયામાં રહેતા શનાભાઇ નરસિંહભાઇ તડવી ઉંમર વર્ષ 40+ ના ઘરે ગામના મહેશભાઈ માનસીંગભાઇ તડવીની પત્ની કપિલાબેન જોડે છેલ્લા 2 વર્ષથી પ્રેમ સંબંધ હતો. બંને પ્રેમી પંખીડા  એક વર્ષ પહેલાં ભાગી પણ ગયા હતા. ત્યાંથી બંને પ્રેમી પંખીડા પાછા કુકરદા ગામ આવી ગયા હતા. ત્યારબાદ ગામ પંચાયત ની પંચ દ્રારા 3.25 લાખ રૂપિયાની મહેશભાઈ ને આપી એમની પત્ની શનાભાઇ રાખશે એવું મંજુર થયું. પરંતુ તેમની પત્ની ફરી તેમના ઘરે આવી જવાથી પંચે પૈસા ન આપવા હુકમ  ફરમાવ્યો. ત્યારબાદ મહેશભાઈ અને તેમની પત્ની કપિલાબેન અને એમનો છોકરો કિરીટ ગામ છોડી દેડિયાપાડા રહેવા લાગ્યા. સમય પસાર થઈ રહ્યો હતો. અને તારીખ 18 ફેબ્રુઆરી ના રોજ મહેશભાઈના ભાઈની છોકરીના લગ્ન હોવાથી મહેશભાઈ અને એમનો છોકરો બંને લગ્નમાં આવ્યા હતા. કપિલાબેન એકલા હોવાથી એમણે લાભ જોઈને તેઓ સીધા પ્રેમી શનાભાઈ ના ઘરે આવી ગયા હતા. જેથી  મહેશભાઈ, કિરીટભાઇ અને બીજા એક શખ્સ એ વાત નું મન દુઃખ રાખી તા.23/02/2021 ના રોજ દેડિયાપાડા થી કામ અર્થે વડોદરા જવા નીકળેલ જગદીશભાઈ કાળીદાસભાઇ ને કહ્યું કે તારા કાકા મારી પત્નીને ભગાડી ગયેલા છે. અને તેને તમે કયાં સંતાડી દીધા છે, તેમ કહી જગદીશભાઈ સાથે ઝગડો કરી માર માર્યા બાદ 6 જેટલા વ્યક્તિઓ પૂર્વ આયોજિત કાવતરું રચી મહેશભાઈ, કિરીટભાઇ લોખંડની પરાઇ તથા અન્યોએ લાકડીઓ લઈ મરનાર શનાભાઇ ને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ઘરમાં ઘૂસી તેમને લોખંડની પરાઇ અને લાકડીઓ વડે માર મારી માથામાં ગંભીર ઇજાઓ કરી જતા રહ્યા હતા ત્યારબાદ શનાભાઇ ને દેડિયાપાડા સરકારી હોસ્પિટલ બાદ રાજપીપળા સિવિલ હોસ્પિટલ બાદ વડોદરા એસ.એસ.જી. ખાતે ખસેડાયા જયાં સારવાર દરમિયાન તેમનું  મોત થતા હત્યાનો ગુનો દાખલ થયો છે.

   આ બાબતે સોમીબેન કાળીદાસભાઇ તડવી ની ફરિયાદના આધારે હુમલો કરનાર 6 વિરુદ્ધ દેડિયાપાડા પો.સ્ટે.ના પીએસઆઇ અજય ડામોરે તમામ આરોપીઓની અટકાયત કરી છે.

પ્રેમ ખુન માંગે :કુકરદા ગામની ઘટના
પ્રેમ ખુન માંગે :કુકરદા ગામની ઘટના


Comments

Popular posts from this blog

नयी पडोसन और नीला दुपट्टा

ભારતીય ટીમના ગુજ્જુ ઓલરાઉન્ડર ખેલાડી યુસુફ પઠાણે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી લીધો સન્યાસ.

मदद