જીવન માં કરવા જેવી વાતો /વસ્તુ અને ન કરવા જેવી વાતો/ વસ્તુ.
જીવનમાં કરવા જેવી વાતો . 1. કોઈ પણ વિષયમાં, ભલે તમે સાચા હોવો કે ખોટા, મગજમારી અને કકળાટ ટાળો. તમારું માનસિક સ્વાસ્થ્ય અને મુડ જાળવવું. 2. અંગત સંબંધોમાં જૂઠું બોલવું નહીં. લોકો તમારા સારા ઇરાદા ને નહીં સમજી શકે. બોલવું જ પડે, તો એના જોખમોને પણ સમજવું, સ્વીકાર કરવું. 3. કોઈ ટીકા કરે તો બેપરવાહ રહેવું. છેલ્લે તમારું કામ જ બોલશે. 4. મિત્રો અને પરિવારના સદસ્યો સાથે અપેક્ષા રાખવી નહીં. અને વાતચીતમાં એમને શુ કર્યું, ના કર્યું એ વિવાદ ટાળવો. કોઈ પણ સંજોગમાં જીભની મીઠાશ ખોવી નહીં. તમે સાચા હોવો, અને તમારો પક્ષ મુકવો જરૂરી જ હોય તો લડાઈ બુદ્ધિથી કરવી. 5. કોઈ પણ લડાઈમાં કોઈને માનસિક પીડા થાય એવા શબ્દો નહીં, પણ સત્યની જીત થાય, અથવા તમારું હિત સચવાય એ પુરતું ધ્યાન રાખી પોઝિટિવ ડિબેટ કરવી. 6. માતાપિતા, ભાઈબહેન, મિત્રો અને સ્પાઉઝ ને હૂંફ અને સપોર્ટ મળે એવી ચર્ચા કરો. ટીકા તો આખું ગામ એમની કરતું હશે. 7. ગુસ્સે થયેલી વ્યક્તિ સાથે પ્રેમથી ચર્ચા કરો. એમને ખબર નથી હોતી કે ગુસ્સો એમનું ખૂબ નુકસાન કરે છે. 8. મનની શાંતિ ટકી રહે એવા સંવાદો કરો. ઈગો ટકી રહે એવા વિવાદો મનને ખૂબ હણે છે. 9. ધંધાક...