જીવનમાં સ્માર્ટફોનનો રોલ .
જીવનમાં સ્માર્ટફોનનો રોલ
The role of smartphones in life
એક એવું ડિવાઇસ જેના દ્વારા હું ઇન્ટરનેટ એક્સેસ કરી શકું છુ.
એક એવું ડિવાઇસ જેના લીધે મને મિત્રો સાથે જોડાવાની તક મળે છે.
એક એવું ડિવાઇસ જેના દ્વારા હું આંગળીઓના ખેલથી બધા જ સમાચારને વેરિફાય કરીને વાંચી શકું છુ.
એક એવું ડિવાઇસ જેના દ્વારા હું નવી આવડત શીખી શકું છુ.
સ્માર્ટફોન દ્વારા હું કોઈ ક્ષણનો ફોટો પાડીને એક યાદ તરીકે તેને સાચવી શકું છુ.
સ્માર્ટફોનને કારણે લોકોના વિચાર જાણવા મળે છે, બધા સાથે કલાકો વાતો થઈ શકે છે.
સ્માર્ટફોનને સ્માર્ટ રીતે ઉપયોગ કરવો જોઈએ, ના કે આપણે તેનું ગુલામ બનવાનું છે.
હું જ્યારે મારા મિત્રો સાથે બેસું ત્યારે મે અવલોકન કર્યું છે કે બધા મોબાઇલમાં માથું નીચે કરીને સ્ક્રોલ કર્યા કરે છે.
આ જોવાની મને થોડી મજા આવે છે કારણ કે મને શીખવા મળે છે કે કેવી રીતે સ્માર્ટફોન એક વ્યક્તિને ગુલામ બનાવી લે છે.
શાંતિ પૂર્વક વાંચવા બદલ આભાર .
Comments
Post a Comment