I Love You ( આઇ લવ યુ ).
આ સ્ટોરી મારી નથી, મારા મિત્ર ની છે. સુરતી જયેશ તેમના શબ્દો ને મેં અહીં લખું છું. હા, બી.કોમના સેકન્ડ યરમાં.. છોકરી કલાસમેટ જ હતી અને કિરણ નામ હતું. નાજુકડી અને મારાથી હાઈટમાં નાની. અને બોડી પણ એટલું આકર્ષક હતું નહિ. બસ મને શું થયુ ? ખબર નથી. પ્રેમ હતો કે આકર્ષણ એ પણ નથી ખબર. એકવાર કલાસમાં પ્રોફેસર હતા નહિ અને હું એની સામેની બેન્ચમાં જ બેઠો હતો અને કોઈ આવીને કહે છે ચાલો ઘરે આજે લેકચર નથી. બસ બધા પોતાની બેગ લઈ ઉભા થયા. હું પણ બેગ લઈ કિરણ પાસે ગયો. મેં એને કીધું, આંખોમાં આંખો નાખીને….કિરણ એ કોઈ બીજી છોકરી સાથે વાત કરતી હતી. મેં જોરથી કીધું, કિરણ….એટલે મારી સામે જોઈ કહે, હા બોલ…મેં કીધું આઈ લવ યુ. બસ આટલું કહી….હું નીકળી ગયો. બીજા દિવસે… એજ બેન્ચ અને સામેની બેન્ચમાં કિરણ. મેં એની સામે જોયું એ ગુસ્સામાં હતી અને મારી સામે જોતી હતી નહિ. એક લેકચર પત્યો. અને બીજા લેકચર વચ્ચે બધા વાતો કરતા હતા. એની પાછળની બેન્ચની બે છોકરીઓ કલાસ બહાર ગઈ. હું સીધો કિરણ પાછળ જઈને બેઠો. કિરણને બોલાવી….કિરણ, તારો જવાબ શુ છે ? કિરણે કીધું, એ..તું હાલતીનો થાતો. ( કાઠિયાવાડી લેન્ગવેજ) બીજા દિવસે એનો ઘરવાળો મ...