I Love You ( આઇ લવ યુ ).
આ સ્ટોરી મારી નથી, મારા મિત્ર ની છે. સુરતી જયેશ તેમના શબ્દો ને મેં અહીં લખું છું.
હા, બી.કોમના સેકન્ડ યરમાં..
છોકરી કલાસમેટ જ હતી અને કિરણ નામ હતું. નાજુકડી અને મારાથી હાઈટમાં નાની. અને બોડી પણ એટલું આકર્ષક હતું નહિ.
બસ મને શું થયુ ? ખબર નથી. પ્રેમ હતો કે આકર્ષણ એ પણ નથી ખબર.
એકવાર કલાસમાં પ્રોફેસર હતા નહિ અને હું એની સામેની બેન્ચમાં જ બેઠો હતો અને કોઈ આવીને કહે છે ચાલો ઘરે આજે લેકચર નથી. બસ બધા પોતાની બેગ લઈ ઉભા થયા. હું પણ બેગ લઈ કિરણ પાસે ગયો.
મેં એને કીધું, આંખોમાં આંખો નાખીને….કિરણ એ કોઈ બીજી છોકરી સાથે વાત કરતી હતી. મેં જોરથી કીધું, કિરણ….એટલે મારી સામે જોઈ કહે, હા બોલ…મેં કીધું આઈ લવ યુ. બસ આટલું કહી….હું નીકળી ગયો.
બીજા દિવસે…
એજ બેન્ચ અને સામેની બેન્ચમાં કિરણ. મેં એની સામે જોયું એ ગુસ્સામાં હતી અને મારી સામે જોતી હતી નહિ. એક લેકચર પત્યો. અને બીજા લેકચર વચ્ચે બધા વાતો કરતા હતા. એની પાછળની બેન્ચની બે છોકરીઓ કલાસ બહાર ગઈ. હું સીધો કિરણ પાછળ જઈને બેઠો. કિરણને બોલાવી….કિરણ, તારો જવાબ શુ છે ?
કિરણે કીધું, એ..તું હાલતીનો થાતો. ( કાઠિયાવાડી લેન્ગવેજ)
બીજા દિવસે એનો ઘરવાળો મને કોલેજમાં શોધતો હતો. અને હું 3 દિવસ એનાથી છુપાઈને ફરતો હતો. 4થા દિવસે એક મિત્રએ કીધું એ, એ નમાલો છે જઈને એક લાફો માર. ભાગી જાશે. પણ આપણે તો બીકણ.
કોલેજના પ્રોફેસરને કિરણે ફરિયાદ કરી. મારી છાપ આમ તો કોલેજમાં ખૂબ સારી હતી ને હોશિયાર. એફ.વાય.બી.કોમ માં કે.પી કોલેજમાં હું કોલેજ ફર્સ્ટ આવ્યો હતો. અને તોયે એસ.વાય.માં બેન્કિંગ રાખ્યું હતું.
પ્રોફેસર કિરણ સામે બોવ ખિજાના. પછી લાઇબ્રેરીમાં મને પકડયોને…ખિજાના..કહે બેવકૂફ તને પરણેલીમા ખબર પડે? અને એક મિત્ર જેમ સમજાવ્યો.
જુવાનીમાં ગધેડી પણ સુંદરી લાગે. ભણવામાં ધ્યાન આપ જો ફર્સ્ટ આવ્યો તો કોઈને કોઈ પરી સામેથી દોસ્તી કરી લેશે. પણ ગધેડીની પાછળ દોડવું નહિ.
થોડા દિવસ પછી એ કિરણ ને મેં સોરી કીધું. એને કાંઈ કીધું જ નહિ. ને મારી સામે જોતી નહિ. મેં પણ વિચાર્યું આ ગધેડીમાં મેં શુ જોયું ?
કલાસમાં સૌથી સુંદર અને આકર્ષક પ્રિયંકા હતી. મેં ક્યાતેય એની સામે જોયું હતું નહીં. એ ઘણીવાર મને લેબમાં બોલાવતી અને ક્યારેક કોઈ વાતમાં પણ બોલાવતી. મેં ક્યારેય ભાવ આપયોહતો નહીં.
બસ એટલામાં એસ.વાય ફાઇનલની પરીક્ષા આવી.
આપણે આમ તો ભણવામાં હોશિયાર. એટલે એ બધું ભૂલી પરિક્ષામા ધ્યાન આપ્યું.
ફાઇનલમાં મારી પાસે આખા કોલેજની સૌથી સુંદર કાર્યલેખા કરીને એક છોકરીનો નમ્બર આવ્યો. એ સાલી( કેમ કે હું તો એને ગધેડી જ સમજતો) ઇંગલિશ મીડિયમવાળી.
એ મને બોલાવે નહિ હું બોલાવું નહિ એને.
3 પેપર પછી એને મને પૂછ્યું, એકાઉન્ટીંગ માં કાંઈ આવડે ? મને એ નથી આવડતું. તું મને આકૃતિ દેખાડીશ ? મેં ખાલી મૂંડી હલાવી હા પાડી.
પેપર આવ્યું. ખૂબ લાંબુ હતું. મેં પેપર ભરવાની શરૂઆત કરી કેમ કે મને પેપરમાં બધું આવડતું હતું. હું સ્પીડથી લખતો હતો. એવામાં કાર્યલેખા બોલી….પેપર દેખાડ. હું જવાબ આપવામાં રહું તો પેપર બાકી રહી જાય એટલે મેં કીધું પછી…….
એવામાં 2 કલાક પતી ગયાનો બેલ પડ્યો. બે વાર. ટંગ અને ટંગ.
એને મારો ડાબો હાથ પકડ્યો. તો પણ મેં પેપર લખવાનું ચાલુ રાખ્યું. પછી એને મારો હાથ પકડી પોતાની સાથળ ઉપર મૂકી દીધો. પહેલા તો કાંઈ ખબર જ ના પડી. આ શું થાય છે ?
એવા પણ અમે પહેલી બેંચે બેઠા હતા. એક બેન્ચમાં 2.
મને પરસેવો છૂટી ગયો. મેં ક્યારેય કોઈ છોકરીને અડી પણ નહોતી એવામાં પણ એ છોકરી એ સાથળ ઉપરહાથ ?
હું કાંઈ વિચારું એ પહેલા એ મારું પેપર લઈને એમાંથી કોપી કરવા માંડી. હું પરસેવે રેબઝેબ. થોડી વાર બાદ એને પેપર આપી દીધું. અને એની સાથળ ઉપરથી મારો હાથ ઉપાડી હટાવી દીધો. હું ભાન ભૂલી ગયો હતો.
અચાનક પેપર લખવાનું યાદ આવ્યું. અને ઘોડા છૂટે એટલી સ્પીડથી મેં પેપર લખ્યું. કાર્યલેખા તેલ લેવા ગઈ
3 કલાકમાં 10 મિનિટની વાર હતી અને બેલ વાગ્યો.
હું મારા હાથમાં ઘડિયાળમાં જોઈને ….પેપર લખતો હતો છેલ્લો પ્રશ્ન હતો. અને 8 આકૃતિ. એવામાં 5 દોરી લીધી હતી. અને ઝડપથી….બાકીની દોરી.
3 કલાક પુરા થયાનો બેલ વાગ્યો. મેં પેપર પૂરું કરી લીધું અને શ્વાસ લીધો અને કાર્યલેખા સામે જોયું. હસતા હસતા. એ પેપર લખતી હતી હજી.
સાહેબ આવ્યા. મેં પેપર આપ્યું. સાહેબે કાર્યલેખાનું પેપર જોરથી જટી લીધું. એ સર….સર બોલવા લાગી….
મેં પૂછ્યું, કેવું ગયું પેપર? એણે કીધું 05 માર્કનું રહી ગયું. મેં ખૂબ ખુશ થતા કહ્યું. મારું પૂરું થઈ ગયુ. પેપર 50 માર્કનું હતું ને મેં મેં પૂરે પૂરું લખી નાખ્યું હતું. કાર્યલેખાને હસતા હસતા પૂછ્યું, લેખા…લેખા….થેન્ક યુ. એણે કીધું શેના માટે ? મેં હાથ દેખાડીને હાથમાં કિસ કરીને કીધું….આના માટે.
એ મોઢું બગાડીને…..કાલે ઇકોનોમિક્સ છે. મેં કીધું હા..તારે પેપર જોવું છે ને ? એ કહે….ના. એ આવડે છે.
પછીના દિવસે….
આખું પેપરપુરુ થઈ ગયું. કાર્યલેખા કાંઈ બોલી નહિ ને હું પણ પેપર લખવામાં રહ્યો.
પેપર પૂરા……હું ઘરે. એ સમયે મોબાઈલ હતા 2009માં. પણ મારી હિંમત ના ચાલી …નમ્બર લેવાની.
કે આઈ લવ યુ……..કહેવાની. આજ સુધીએ મને દેખાણી નથી. ને હું એ પેપર ભુલ્યો નથી.
મને સેકન્ડ યર બી.કોમ મા 78% યુનિવર્સિટી ફોર્થ અને કોલેજ ફર્સ્ટ આવ્યો.
બસ….વાત પૂરી.
મજા આવી હોય તો કેવી લાગી એ જરૂર કેજો.
Comments
Post a Comment