Posts

Showing posts from 2022

I Love You ( આઇ લવ યુ ).

Image
 આ સ્ટોરી મારી નથી, મારા મિત્ર ની છે. સુરતી જયેશ તેમના શબ્દો ને મેં અહીં લખું છું.  હા, બી.કોમના સેકન્ડ યરમાં.. છોકરી કલાસમેટ જ હતી અને કિરણ નામ હતું. નાજુકડી અને મારાથી હાઈટમાં નાની. અને બોડી પણ એટલું આકર્ષક હતું નહિ. બસ મને શું થયુ ? ખબર નથી. પ્રેમ હતો કે આકર્ષણ એ પણ નથી ખબર. એકવાર કલાસમાં પ્રોફેસર હતા નહિ અને હું એની સામેની બેન્ચમાં જ બેઠો હતો અને કોઈ આવીને કહે છે ચાલો ઘરે આજે લેકચર નથી. બસ બધા પોતાની બેગ લઈ ઉભા થયા. હું પણ બેગ લઈ કિરણ પાસે ગયો. મેં એને કીધું, આંખોમાં આંખો નાખીને….કિરણ એ કોઈ બીજી છોકરી સાથે વાત કરતી હતી. મેં જોરથી કીધું, કિરણ….એટલે મારી સામે જોઈ કહે, હા બોલ…મેં કીધું આઈ લવ યુ. બસ આટલું કહી….હું નીકળી ગયો. બીજા દિવસે… એજ બેન્ચ અને સામેની બેન્ચમાં કિરણ. મેં એની સામે જોયું એ ગુસ્સામાં હતી અને મારી સામે જોતી હતી નહિ. એક લેકચર પત્યો. અને બીજા લેકચર વચ્ચે બધા વાતો કરતા હતા. એની પાછળની બેન્ચની બે છોકરીઓ કલાસ બહાર ગઈ. હું સીધો કિરણ પાછળ જઈને બેઠો. કિરણને બોલાવી….કિરણ, તારો જવાબ શુ છે ? કિરણે કીધું, એ..તું હાલતીનો થાતો. ( કાઠિયાવાડી લેન્ગવેજ) બીજા દિવસે એનો ઘરવાળો મ...

એવું શું છે જે મોટાભાગના લોકો ખૂબ મોડુ થયા પછી જ શીખે છે?

 એવું શું છે જે મોટાભાગના લોકો ખૂબ મોડુ થયા પછી જ શીખે છે? છોકરીઓ સિક્સ પેકસ વાળા છોકરાંઓ કરતાં 2 થી 3 ગાડી વાળા છોકરાંઓ ને પસંદ કરે છે! મિત્રો અને મમ્મી-પપ્પા નિશ્ચિત સમય માટે જ છે તમારાં મમ્મી-પપ્પા કરતાં વધું, સાચો અને શુદ્ધ પ્રેમ તમને કોઇ નહિ આપી શકે પૈસા બધું નથી ખરીદી શક્તાં પરંતુ હું માનું છું કે ફૂટપાથ પર રડવા કરતાં ગાડી માં રડવું સારું! બધાં ને હમેશાં ખુશ કરવું એ જરુરી નથી, તમારી જાત ને ખુશ રાખવાં ની સામે…! પૈસા બીજા પૈસા ને આકર્ષે છે તો પૈસા સાચી જગ્યા એ ઇન્વેસ્ટ કરતાં શીખો સેક્સ પ્રેમ નો એક ભાગ છે, નહિ કે તે જ પ્રેમ છે સબંધ માં વ્યવહાર એક્દમ ચોખ્ખો રાખવો ભારત માં કંઈક અંશે તમારી 'કાસ્ટ' અને 'કેટેગરી' તમારાં ભવિષ્ય પર અસર કરી શકે છે! લગ્ન માટે માત્ર પ્રેમ જ જરુરી નથી પણ બીજુ પણ ઘણું છે જે તેટલું જ જરુરી છે અમુક લોકો માટે! માત્ર 'હાર્ડ-વર્ક' કે 'સ્માર્ટ-વર્ક' એકલા અસ્તિત્વ-રૂપે સફળતા માટે જવાબદાર નથી જીવન માં "ના" કહેતાં શીખવું જોઇએ. ઘણા સમયે "ના" કહી ને ચાલ્યાં જવું વધું પરિણામ-દાયક સાબિત થાય છે. આભાર.  પસંદ આવે તો શેયર કરવા...

જીવન માં કરવા જેવી વાતો /વસ્તુ અને ન કરવા જેવી વાતો/ વસ્તુ.

Image
  જીવનમાં કરવા જેવી વાતો . 1. કોઈ પણ વિષયમાં, ભલે તમે સાચા હોવો કે ખોટા, મગજમારી અને કકળાટ ટાળો. તમારું માનસિક સ્વાસ્થ્ય અને મુડ જાળવવું. 2. અંગત સંબંધોમાં જૂઠું બોલવું નહીં. લોકો તમારા સારા ઇરાદા ને નહીં સમજી શકે. બોલવું જ પડે, તો એના જોખમોને પણ સમજવું, સ્વીકાર કરવું. 3. કોઈ ટીકા કરે તો બેપરવાહ રહેવું. છેલ્લે તમારું કામ જ બોલશે. 4. મિત્રો અને પરિવારના સદસ્યો સાથે અપેક્ષા રાખવી નહીં. અને વાતચીતમાં એમને શુ કર્યું, ના કર્યું એ વિવાદ ટાળવો. કોઈ પણ સંજોગમાં જીભની મીઠાશ ખોવી નહીં. તમે સાચા હોવો, અને તમારો પક્ષ મુકવો જરૂરી જ હોય તો લડાઈ બુદ્ધિથી કરવી. 5. કોઈ પણ લડાઈમાં કોઈને માનસિક પીડા થાય એવા શબ્દો નહીં, પણ સત્યની જીત થાય, અથવા તમારું હિત સચવાય એ પુરતું ધ્યાન રાખી પોઝિટિવ ડિબેટ કરવી. 6. માતાપિતા, ભાઈબહેન, મિત્રો અને સ્પાઉઝ ને હૂંફ અને સપોર્ટ મળે એવી ચર્ચા કરો. ટીકા તો આખું ગામ એમની કરતું હશે. 7. ગુસ્સે થયેલી વ્યક્તિ સાથે પ્રેમથી ચર્ચા કરો. એમને ખબર નથી હોતી કે ગુસ્સો એમનું ખૂબ નુકસાન કરે છે. 8. મનની શાંતિ ટકી રહે એવા સંવાદો કરો. ઈગો ટકી રહે એવા વિવાદો મનને ખૂબ હણે છે. 9. ધંધાક...

જીવનમાં સ્માર્ટફોનનો રોલ .

Image
   જીવનમાં સ્માર્ટફોનનો રોલ  The role of smartphones in life એક એવું ડિવાઇસ જેના દ્વારા હું ઇન્ટરનેટ એક્સેસ કરી શકું છુ. એક એવું ડિવાઇસ જેના લીધે મને  મિત્રો સાથે જોડાવાની તક મળે છે. એક એવું ડિવાઇસ જેના દ્વારા હું આંગળીઓના ખેલથી બધા જ સમાચારને વેરિફાય કરીને વાંચી શકું છુ. એક એવું ડિવાઇસ જેના દ્વારા હું નવી આવડત શીખી શકું છુ. સ્માર્ટફોન દ્વારા હું કોઈ ક્ષણનો ફોટો પાડીને એક યાદ તરીકે તેને સાચવી શકું છુ. સ્માર્ટફોનને કારણે લોકોના વિચાર જાણવા મળે છે, બધા સાથે કલાકો વાતો થઈ શકે છે. સ્માર્ટફોનને સ્માર્ટ રીતે ઉપયોગ કરવો જોઈએ, ના કે આપણે તેનું ગુલામ બનવાનું છે. હું જ્યારે મારા મિત્રો સાથે બેસું ત્યારે મે અવલોકન કર્યું છે કે બધા મોબાઇલમાં માથું નીચે કરીને સ્ક્રોલ કર્યા કરે છે. આ જોવાની મને થોડી મજા આવે છે કારણ કે મને શીખવા મળે છે કે કેવી રીતે સ્માર્ટફોન એક વ્યક્તિને ગુલામ બનાવી લે છે. શાંતિ પૂર્વક વાંચવા બદલ આભાર .

ઘરડા ગાડા વાળે.

Image
  ઘરડા ગાડા વાળે. ચીન દેશની એક વાર્તા યાદ આવે છે, સાચી કે ખોટી ખબર નહિ…. એકવાર રાજાએ ફતવો જારી કર્યો કે દેશના વૃદ્ધોને દેશની બહાર એક ટાપુ ઉપર મૂકી આવવા જેથી દેશમાં કોઈ બીમારી ના ફેલાય અને દેશમાં કદરૂપા લોકો ઘટી જાય અને વધુમા યુવાનો પોતાની શક્તિનો ઉપયોગ દેશની પ્રગતિ માટે કરે. એટલે આવા આદેશથી બધા ઘરમાંથી 60 અને તેનાથી ઉપરના લોકોને યુવાનોએ ટાપુ ઉપર છોડી દીધા. પછી શું કોઈ કોઈને કહેવાવાળું હતું નહીં….પુરુષોને મહિલાઓને કોઈ શરમ હતી નહિ…જેને જેમ ફાવે એમ ફરે, જેટલું મન થાય એટલું ખાય…અને પોતાની રીતે જ નિર્ણયો લેવા માંડયા. બસ રાજા અને પ્રજા ખુશ ખુશ થઈ ગયા. એવામાં વિદેશોથી આક્રમણ થયું. અને દેશના નાગરિકોને રાજાએ દેશની સેવા માટે લડવાનું કહયું. એક શરત મૂકી, જો એક ઢોલ બનાવીને આપો કે જે એની રીતે જ વાગતો હોય તો આ યુદ્ધ અટકી શકે અને વિદેશી પ્રજા પોતાના ઘરે ચાલી જશે. સમય માત્ર 15 દિવસ. આમ રાજાએ દેશમાં ફરમાન કર્યું જે આવો ઢોલ જે બનાવી શકે એને દેશનો પ્રધાન મંત્રી બનાવવામાં આવશે અને એના માટે મહેલ, દાસ દાસી અને ઘણા બધા ઉપહારો. આમ 10 દિવસ જાય પણ કોઈ આવતું નથી અંતે 14મા દિવસે એક યુવાન એવો ઢોલ બનાવી આવે છે જ...